Sunday 14 October 2012

Gujkaavya-7

                                              
                                               કેમ ભુલાય

                            દિલને ધડકન એક કરીને કરેલો પ્રેમ કેમ ભૂલાય
                                                       આંખોમાં અશ્રુ વડે કરેલો પ્રેમ કેમ ભૂલાય, પ્રેમમાં
                                                   તો લોકો પાગલ થતા હોય છે, પરંતુ નાદાનીમાં કરેલો
                                                                                       પ્રેમ કેમ ભૂલાય.
                                                      ખૂલ્લા આકાશમાં ચંદ્રમાની ચાંદનીએ કરેલો પ્રેમ
                                                       કેમ ભૂલાય, તારા એ સમયનાં સથવારે કરેલો પ્રેમ
                                                          કેમ ભૂલાય, મૌસમ બદલાય, ને લોકો બદલાય
                                                             પરંતુ આપણા એ સાચા પ્રેમને કેમ ભુલાય
                                                 તારી એ શરબતી આંખો જોઈને કરેલો પ્રેમ કેમ ભૂલાય,
                                                    તારૂએ હસતું મુખ જોઈને કરેલો પ્રેમ કેમ ભૂલાય,
                                                  હવેતો તારી એક ઝલક પામવા શોઘુ છું આમ-તેમ,
                                                     પરંતુ વરસતા વરસાદમાં કરેલો પ્રેમ કેમ ભૂલાય.
                                                     ક્યારેક તો મારું હૃદય પણ બોલી ઊઠે છે, જવાદે-
                                                    એ બેવફાને, પરંતુ તારી વફાઓ સાથે કરેલો પ્રેમ
                                                                                         કેમ ભૂલાય...

Friday 7 September 2012

Gujkaavya-6





તમન્ના

જીવન આ આપ વિના હવે જાણે મંજુર નથી,
મૃત્યુ આપ સાથે આવે, બસ એ જ તમન્ના છે,
સમય તો ખુબ ટુંકો લાગ્યો તમારા ઇંતજારમાં,
લાખ જનમ રાહ જોવાની, બસ એજ તમન્ના છે,
સાથ તમારો માંગતો નથી, બસ એટલી જ આશા રાખું છું,
એક પળ મુજને યાદ કરી લેજો, બસ એજ તમન્ના છે,
ભાગ્યમાં મારા નથી આપ હું જાણું છું છતાં,
દરેક દુઆમાં આપ જ હો, બસ એ જ તમન્ના છે.
આપ નામના મૃગજળ ને હંમેશા ઝંખતો રહ્યો છું,
સ્વપ્ન મારું કદી ન પતે હવે, બસ એજ તમન્ના છે.
દિલ જે આપે બહુ પહેલા જ તોડી દીઘું છે,
તુટ્યા દિલે તમને ચાહવાની, બસ એ જ તમન્ના છે.
જાણે તમારા પ્રેમના સહારે જ હું જીવી રહ્યો છું,
શ્વ્વાસ હવે આ થમી જાય, બસ એ જ તમન્ના છે. પ્રેમ મારો માપવો આપના માટે અશક્ય છે,
મારા ગયા પછી તમને સમજાય, બસ એ જ તમન્ના છે.
જીવન આ આપ વિના હવે જાણે મંજુર નથી
મૃત્યુ આપ સાથે આવે, બસ એ જ તમન્ના છે.



Wednesday 5 September 2012

Gujkaavya-5





ખરા છો તમે
બેહદ ચાહું છું તમને તે
ખબર છે તમને છતાં અજાણ
બનો છો, ખરા છો તમે,
જાણંુ છું હું તમારા પણ હૃદયના એક ખૂણામાં
જગ્યા છે થોડી મારી
છતાં તે ખાલી રાખો છો, ખરા છો તમે
ખબર છે તમારું પણ હૃદય
વ્યાકુળતા અનુભવે છે મારાથી,
હું પુછું તો કહો છો ચુપ રહો નેખરા છો તમે
કહું હું આવું છું મળવા તમને
હા-ના કહેવાને બદલે હંિમત છે
કહી વાત બદલો છો, ખરા છો તમે,
તમને યાદ નહી કરવાના કસમ
વારંવાર લેવા છતાં હરઘડી
                                        યાદ જ આવ્યા કરો છો
                                                                     ખરા છો તમે!

Saturday 1 September 2012

Gujkaavya-4



યાદો એમની છોડી કે...

યાદો અમે છોડી કે,
તેમણે છીનવી લીધી
અમારા દિલમાં માયુસી છોડી દીધી
વિશ્વ્વાસની દોરીમાં જંિદગી જોડી દીધી.
નાદાનીમાં એમણે પ્રીતની દોર તોડી દીધી
હતા ક્યારેક અમે તેમની પ્રીતમાં પલળતા
પ્રકાશ પાથરી અમારા પર વીજળી છોડી દીધી
જેના નામ પાછળ અમે અમારી જંિદગી રોડી દીધી
એમણે મજાકમાં મૃગજળની રેતીમાં અમારી
રેખાઓ બોળી દીધી.


Thursday 23 August 2012

Gujkaavya-3

મારા પ્રત્યે જો...!!!
મારા પ્રત્યે જો ઊભરે લાગણી,
તો તારી સંમતિ જરૂર દર્શાવજે,
મારા પ્રેમના પ્યાસા પથ પર,
તારી પ્રીતીનો પ્રકાશ પથરાવજે.
મારા અરમાનની સાંભળી માગણી,
તું વહેલી-વહેલી આવજે,
મારા પ્રત્યેના ડરને ડામવા,
તો સાથે સહેલી તું લાવજે
મારા માયાના માંડવા મહેકાવવા,
તું પ્રેમનું પરફ્‌યુમ પ્રસરાવજે,
મારા પ્રીતના પ્રવાહને વહાવવા,
તું નાનકડી નદી બનાવજે.
                                                
મારા વિરહના વાદળો વિખેરવા,
                                                   
તું મિલનનો મારૂત મોકલાવજે,
                                                  
મારા સ્નેહનાં સંભારણાં સર કરવા,
                                                    
તું સહકારનો સમંદર છલકાવજે.
                                                  
મારા માયાના મનને મલકાવવા,
                                                   
તું માનવતાની મહેંક મહેંકાવજે,
                                                    
મારા ચાહતના ચાર્મને ચૂંમવા,
                                                       
તું સ્વયંનાં શરણ સજાવજે.